મોરબીના બેલા ગામ નજીક મોરબી-જેતપર રોડ ઉપર આવેલ નેક્ષા મસાજ પાર્લરમાં રહેતા અને મૂળ એમપીના વતની આઇસાબેન અનીસભાઇ ખાને તાલુકા પોલીસ મથકમાં આરોપી મેહુલભાઇ ઠાકરશીભાઇ માકાસણા, મેહુલભાઇ જયેશભાઇ આચાર્ય તથા અજાણ્યા 4 ઇસમો એમ કુલ છ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તા. 20/03/2025ના રોજ આરોપી મેહુલભાઇ માકાસણાએ ફરીયાદીની નેક્ષા મસાજ પાર્લરની ઓફીસમાં એકદમ આવી દરવાજો ભટકાડતા જે બાબતે ફરીયાદી આઈસાબેને એમ નહિ કરવાનું કહેતા આરોપી મેહુલ માકાસણાને સારું નહીં લાગતા જે બાબતનો ખાર રાખી આઈસાબેનને લાફા મારી દીધા હતા, જ્યારે આરોપી મેહુલભાઇ આચાર્ય તથા ચાર અજાણ્યા માણસોએ આઈસાબેનને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. જે બાદ આરોપી મેહુલ માકાસણાએ લાકડી વડે આઈસાબેનને મારવાની કોશિશ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના અંગે આઇસાબેનની ફરિયાદ આધારે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.