મોરબીના અદેપર અને ટંકારા ઘુનડા ગામની સીમમાં આવેલા લક્ષ્યદીપ નામની ફેક્ટરી નજીક ગત તા.19/03/2025ના રોજ સાંજના સમયે એક બાળકીનો રોવાનો અવાજ આવતા ત્યાંથી પસાર થતા લોકો ત્યાં પહોચી તપાસ કરતા એક બાળકી માટીમાં દાટેલી હાલતમાં અને મોઢે ડૂચો ભરાવેલી હાલતમાં મળી આવી હતી. આ ઘટના અંગે 3 થી 4 દિવસ પહેલાંનું નવજાત શિશુ તાજુ જન્મેલું ત્યજી દેનાર અજાણી સ્ત્રી વિરુદ્ધ બી.એન.એસ. કલમ-93 હેઠળ ટંકારા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.