જીપીએસસી મુલકી સેવા વર્ગ 1/2 ની સ્પર્ધાત્મક પરીક્ષામાં મોરબીના સરકારી પ્રાથમિક શિક્ષક ભરત બાલાસરાની જ્વલંત સફળતા. સ્ટેટ ટેક્સ ઓફિસર તરીકે પસંદગી. મોરબીની ત્રાજપર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભરત બાલાસરાએ ખૂબ અઘરી ગણાતી જીપીએસસી મુલકી સેવા વર્ગ 1/2 ની પરીક્ષા સમગ્ર ગુજરાત રાજ્યમાં 46માં ક્રમે પાસ કરી સ્ટેટ ટેક્સ ઓફિસર તરીકે પસંદગી પામતા સમગ્ર શિક્ષણ ક્ષેત્રનું અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. તેઓ એ સતત 10 વર્ષ પ્રયાસો અથાક મહેનત સાથે કરી 6 વખત ઇન્ટરવ્યુ આપ્યા અને અંતે ધૈર્ય અને ખંત સાથે કામ લઈ આ કપરી પરીક્ષા પાસ કરી છે. અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો કે જે એક બે નિષ્ફળતા થી નાસીપાસ થાય છે એમના માટે ભરત ભાઈ બાલાસરા એ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેઓને સગા સંબંધીઓ, શિક્ષકો, મિત્ર વર્તુળ તરફથી અધિકારી બનવા બદલ અભિનંદનની વર્ષા થઈ રહી છે.