મોરબીમાં વાવડી રોડ સોમૈયા સોસાયટીમાં રાજેશભાઇ અમૃતલાલ ગોહિલ ભાડના મકાનમાં રહેતા હોય તે મકાન માલીક દ્વારા આજથી દશેક દિવસ પહેલા કોઇ બીજી વ્યકિતને મકાન વેચાણ કરી નાખેલ હોય, ત્યારે રાજેશભાઇને બીજી કોઇ જગ્યાએ ભાડેથી મકાનની વ્યવસ્થા થઇ શકેલ ન હોય જે બાબતે ટેન્શનમાં આવી જતા રાજેશભાઇએ ગઈકાલના રોજ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. હાલ મોરબી એ-ડિવિઝન પોલીસે મૃત્યુના બનાવ અંગે એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.