ટંકારા પોલીસ ટીમને મળેલ બાતમીના આધારે નસીતપર ગામની સીમમાં ફુલવાડી તરીકે ઓળખાતી વાડીમાં દરોડો પડ્યો હતો. જ્યાં વાડીના સેઢે ઝાડ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા મોસીનભાઇ અબ્દુલભાઇ રાઠોડ, આશીતભાઇ દિનેશભાઇ પસાયા અને અકીલજાવેદ અબ્દુલભાઇ ચૌહાણ એમ ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 5,900નો મુદામાલ પોલીસે કબ્જે લઈને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.