સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ 2024-25નાં વર્ષમાં વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય સ્પર્ધાઓ અં. 14,17,19 અને સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી. દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ (ભાગ લીધેલ) મહિલા ખેલાડીઓને કોઈ પણ એક એક જ રમતમાં તેમજ એક જ સિદ્ધિ માટે ‘મહિલા રોકડ પુરસ્કાર’ યોજના અમલમાં છે. આ યોજના હેઠળ પુરસ્કાર મેળવવા માટેનું ફોર્મ ખેલાડી દ્વારા ઓનલાઈન માધ્યમથી જરૂરી પ્રમાણપત્રો (મેરીટ સર્ટીફીકેટ, આધાર કાર્ડ, કેન્સલ ચેક વગેરે) સાથે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની સાઈટ https.//sportsauthority. gujarat.gov.in પર આગામી તા. 17/04/2025 સુધી અરજી કરવાની રહેશે. આ અંગે વધુ માહિતી માટે જિલ્લા રમત પ્ર-શિક્ષણ કેન્દ્ર, મોરબીનો સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.