મોરબી શહેરના નવા બનેલા પંચાસર રોડ અને નાની કેનાલને જોડતી ચોકડી પાસે છેલ્લા 4-5 દિવસ થી ભૂગર્ભ ગટરની કુંડીસફાઈ ન થવાના કારણે ગંદા પાણી રોડ પર ફરી વળ્યા છે. દિવસ દરમિયાન અહી સતત વાહનની અવર જવર રહે છે કેટલાક વાહન પુર ઝડપે નીકળતા હોવાથી આ પાણી ઉડીને આસપાસની દુકાનો સુધી આવે છે આ ભૂગર્ભ પાણી અત્યંત દુર્ગંધ આવતી હોવાથી ત્યાંથી નીકળવું પણ મુશ્કેલ બની જાય છે. આ મુદે સ્થાનિકો દ્વારા રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોર્પોરેશનની ટીમ પહોચી ન હોવાનુ સ્થાનિકો એ આક્ષેપ કર્યા છે.