મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે ગાંધીચોકમાં દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં જુગાર રમતા અબ્બાસ અકબરભાઈ ખુરેશી, નીતિન તરશીભાઈ ચાવડા, સફી તારમામદભાઈ મોટલાણી, મનીષ મહાદેવ મહાલીયા અને ભાવેશ જેન્તીભાઈ ઠક્કરને કુલ રૂ.- 3150ના મળેલ મુદામાલ સાથે પકડી પાડ્યા હતા. પોલીસે આ શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.