અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા એક બંધ ફ્લેટમાં દરોડો પાડી ATS અને DRIએ અંદાજે 90 કિલો સોનું જપ્ત કરાતા ખળભળાટ મચ્યો છે. બંને એજન્સીઓએ પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતા આ મસમોટો મુદ્દામાલ મળી આવ્યો છે. જપ્ત કરાયેલા સોનાની કિંમત 78 કરોડ રૂપિયા થાય છે.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેર પાલડીમાં આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટ અને તેની નજીકના એક બંગલામાં ગુજરાત ATSની ટીમ તેમજ ડીઆરઆઈએ રેડ કરી હતી. ગુજરાત એટીએસના અધિકારી પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે અમને બાતમી મળી હતી જેના આધારે સેન્ટ્રલ એજન્સી સાથે મળીને રેડ કરતા મોટા પ્રમાણમાં સોનાનનો જથ્થો મળી આવ્યો છે.