મોરબી નજીક આવેલા વજેપર ગામની સર્વે નંબર 602 ની જમીન ભીમજીભાઇ બેચરભાઈ નકુમ અને તેમના પરિવારની સંયુક્ત માલિકીની જમીન હોય જોકે વારસદારોની સંખ્યા વધુ હોવાના કારણે જે તે વખતે તેઓ દ્વારા રેવન્યુ રેકોર્ડ કરાવેલ ન હોય જેનો લાભ ઉઠાવી આરોપી શાંતાબેન બેચરભાઈ ડાભી નામની મહિલા એ ખોટો વારસાઈ આંબો બનાવી લઈ તરઘરી ગામના સરપંચ સાગર અંબારામભાઈ ફુલતરીયા સાથે મળી મોટું કૌભાંડ આચર્યું હતું મહિલાએ વારસાઈ આંબો બનાવી જમીન બારોબાર દસ્તાવેજ બનાવી લીધો હતો. આ જમીનના મૂળ માલિક બેચરભાઈ ડુંગરભાઇ નકુમની આરોપી મહિલા શાંતાબેન બેચરભાઈ ડાભી હોવાની ખોટી શાખ ઊભી કરી હતી અને જમીનની પોતે જ વારસાઈ નોંધ પાડવા મામલતદાર કચેરી અને ઈ ધરા કેન્દ્ર ખાતે નોંધ કરવા માટે અરજી કરી હતી જેમાં અરજદાર તરીકે તેઓએ શાંતાબેન બેચરભાઈ ડાભી વાઈફ મનજીભાઈ પરમાર દર્શાવ્યું હતું ખરેખર મહિલા નું નામ મૂળ નામ શાંતાબેન ગેલાભાઈ કાળુ છે તેમ છતાં વારસદારમાં ખોટું નામ દર્શાવ્યું હતું અને જમીનનો દસ્તાવેજ સાગર અંબારામભાઈ ફુલતરિયા ને 86,70,000 માં વેચાણ દીધા નો દસ્તાવેજ કરાવ્યો હતો આ મુદ્દે જમીનના મૂળ વારસદાર ભીમજી બેચરભાઈ નકુમ એ બંને આરોપીઓ સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

