મોરબી: આજે સાંજે 5 કલાકે મોરબીના વેજીટેબલ રોડ પર આવેલા સોનાપુરી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્મશાન ગૃહમાં કેન્દ્રીય 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી બનાવેલી નવી ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠી તથા નવા બિલ્ડિંગ બાંધકામનું લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા અતિથિ વિશેષ તરીકે મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્રિલ ખરે અને નાયબ કમિશનર સંજયકુમાર સોની ઉપસ્થિત રહેશે.