મોરબીના બરવાળા ગામે આવેલ કાનજીભાઈની વાડીમાં રહેતા મહેશભાઈ ગુમાનભાઈ ભુરેયા નામનો યુવાન ગઈકાલના રોજ સાંજના સમયે વાડીમાં હલરમાં કામ કરતા હતા. તે દરમ્યાન હલરમાં આવી જતા શરીરે ગભીર ઇજા થતા તેને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

