ટંકારા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન લજાઈ ગામથી ભરડીયા રોડ સાર્થક પોલીપ્લાસ્ટ કારખાનાની બાજુમાં આવેલા મા પાર્વતી હોટેલ અને પાંચ દુકાનવાળા કોમ્પ્લેક્સની છત ઉપર આરોપી ચંદ્રસિંહ ઉર્ફે કાળુભા સરદારસિંહ ઝાલાએ ઇંગ્લિશ દારૂનો જથ્થો વેચાણ અર્થે સંતાડી રાખેલ હોય તેવી પોલીસને માહિતી મળતા જ પોલીસે ઘટના સ્થળે દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની કુલ 192 બોટલ રૂ.- 78,660 નો મળેલ મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. રેડ દરમિયાન આરોપી ચંદ્રસિંહ ઉર્ફે કાળુભા સરદારસિંહ ઝાલાની હાજરી ન મળી આવતા પોલીસે તેને ફરાર બતાવી તેના સામે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.