HomeGujaratવાંકાનેરમાં વીજ કનેકશન કાપવા મુદે ત્રણ લોકોએ pgvclના કર્મચારીને માર માર્યો

વાંકાનેરમાં વીજ કનેકશન કાપવા મુદે ત્રણ લોકોએ pgvclના કર્મચારીને માર માર્યો

વાંકાનેર ભાટીયા સોસાયટીમાં રહેતા હરપાલસિંહ નિર્મલસિંહ ગોહિલ જેઓ પીજીવીસીએલમાં વાંકાનેર રૂરલ-1 ડિવિઝનમાં વિદ્યુત સહાયક તરીકે ફરજ બજાવે છે. ત્યારે ગઈકાલના રોજ પોતાની પીજીવીસીએલની ફરજ ઉપર હોય ત્યારે હરપાલસિંહ તથા તેમની સાથે આસિસ્ટન્ટ લાઈનમેન સહદેવગીરી બાકી વીજ બીલના રૂપિયા ઉઘરાવવાના કામ સબબ જતા હોય તે દરમિયાન વાંકાનેર વાંકીયા રોડ ઉપર પહોચ્યા હતા.

ત્યારે રાતીદેવરી ગામમાં રહેતા આરોપી મહમદફરીદ ઉસમાનભાઈ કડીવાર નામના ઇસમે બંને વીજ કારમાં વહારીને ઉભા રાખી કહેલ કે, ગઈકાલે વાડીનું વીજ જોડાણ કેમ કાપી નાખ્યું ? જેથી વીજ કર્મચારી દ્વારા જણાવાયુ કે, વીજ બીલ ન ભર્યાને કારણે વીજ જોડાણ કાપી નાખ્યું છે, તેમ કહેતા ઉશ્કેરાયેલ આરોપીએ બંને વીજ કર્મચારીઓને અપશબ્દો આપી ઝપાઝપી કરવા લાગ્યા તે દરમિયાન આરોપીના સંબંધી કડીવાર ગુલાબમોયુદિન તથા કડીવાર યુસુફભાઈ ત્યાં આવી તે પણ બન્ને વિજકર્મચારીને ઊંચા અવાજે ગાળો આપવા લાગ્યા હોય અને માર મારવાની ધમકી આપતા હોય ત્યારે સ્થળ ઉપર પોલીસ પહોચી હતી. ત્રણેય આરોપી મહમદફરીદ ઉસમાનભાઈ કડીવાર, આરોપી કડીવાર ગુલાબમોયુદિન આહમદભાઈ તથા કડીવાર યુસુફભાઈ આહમદભાઈ આરોપીઓ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરજમાં રુકાવટ સહિતની કલમો હેઠળ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW