હળવદના માણેકવાડા ગામે રહેતા ગોપાલ વિહાભાઇ વિજવાડીયા નામનો સગીર ગઈકાલના રોજ GJ-36-W-1223 નંબરની છકડો રીક્ષામાં આગળ પેટી ઉપર બેસી વાંકાનેર તફર જતા હોય તે દરમ્યાન વાંકાનેર રાતીદેવડી રોડ ઉપર નીર્મલા કોન્વે સ્કુલ પાસે રોડ ઉપર અચાનક છકડો રીક્ષામાંથી નીચે પડી જતા માથામાં પાછળના ભાગે ઇજા થતા પ્રથમ સારવાર અર્થે વાંકાનેર સ.હો બાદ વધુ સારવાર અર્થે રાજકોટ લઈ જતા દરમ્યાન રસ્તામાં ખીજડીયા ગામના પાટીયા પાસે પહોચતા સગીરનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

