HomeGujaratગાંધીનગરમાં TET-1ની ભરતીમાં જગ્યા વધારવાની માગ સાથે સૂત્રોચ્ચાર, પોલીસે દેખાવોકારોને ડિટેઈન કર્યાં

ગાંધીનગરમાં TET-1ની ભરતીમાં જગ્યા વધારવાની માગ સાથે સૂત્રોચ્ચાર, પોલીસે દેખાવોકારોને ડિટેઈન કર્યાં

રાજ્યની વિવિધ સરકારી શાળાઓમાં સતત ઘટી રહેલી શિક્ષકોની જગ્યાને કારણે શાળાઓમાં શિક્ષણ કામગીરીને અસર પહોચી છે બીજી તરફ રાજ્ય સરકાર શિક્ષકની ભરતી કરવામાં આવતી ન હોય ઉમેદવારો પીટીસી પૂર્ણ કરી ટેટ-1 પાસ પૂર્ણ કરવા છતાં જેટલી જગ્યા ખાલી છે અથવા ભવિષ્યમાં ખાલી થવાની છે તે જગ્યા પર જરૂરિયાત પુરતી ભરતી કરવામાં આવતી ન હોવાથી ઉમેદવારો નારાજ છે અને આજે ઉમેદવારો ગાંધીનગર ખાતે દેખાવ કરવા પહોચ્યા હતા.

ગુજરાત રાજયની શાળાઓમાં ધોરણ 1થી 5 માં ટેટ-1 પાસ શિક્ષક ભરતીમાં જગ્યા વધારવાની માગ સાથે વધુ એક વખત આજે ગાંધીનગર જીવરાજ મહેતા ભવન ખાતે ઉમેદવારોએ ભારે સૂત્રોચારો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. છેલ્લા ઘણા વખતથી ઉમેદવારો જગ્યા વધારાની માગ સાથે સરકારમાં રજૂઆત કરતા આવ્યાં છે. જો કે, આજદિન સુધી માંગણીઓ સંદર્ભે કોઈ નિરાકરણ નહીં આવતાં ઉમેદવારો વિરોધ કરવા ઉમટ્યાં હતા. આ દરમિયાન પોલીસે ટીંગાટોળી કરી ઉમેદવારોને ડીટેઇન કરી લીધા હતા. આ વચ્ચે એક ઉમેદવારની તબિયત લથડી જતાં તેને સારવાર અર્થે લઈ જવાયો હતો.

છેલ્લા 10 વર્ષમાં માત્ર 7 હજાર જેટલી જ ભરતી કરી છે. મોટી ભરતીની માત્ર વાતો જ થાય છે. 21 હજાર જેટલી જગ્યાઓ ખાલી હોવા છતાં સરકાર માત્ર 5 હજારની જ ભરતી કરી રહી છે. જગ્યાઓ ખાલી છે તો જ્ઞાન સહાયકની કેમ ભરતી કરો છો? અમને તો જ્ઞાન સહાયકમાં પણ નથી લીધા અને અમારી કાયમી ભરતી પણ નથી કરતા ત્યારે અમારે ક્યાં જઉં? તેવો દાવો વિરોધ કરી રહેલા ટેટ-1 પાસ ઉમેદવારે કર્યો હતો

RTI માહિતી સામે આવી છે જે મુજબ 31/05/2025 સુધીમાં કુલ 21,354 જગ્યાઓ ખાલી છે . તેમજ 31/05/2025 સુધીમાં 3,374 શિક્ષકો નિવૃત્ત થશે. જેના કારણે ખાલી જગ્યાઓનો આંકડો વધુ વધી જશે. આ સંજોગોમાં માત્ર 5000 જગ્યાની ભરતી પૂરતી નથી અને તે વધારવી અત્યંત જરૂરી છે. વધુમાં, 31/07/2024 સુધીમાં 16,181 જગ્યાઓ ખાલી રહેશે. વધુમાં તેમણે ઉમેર્યું કે, 31/10/2024 સુધીમાં 1,799 શિક્ષકો નિવૃત્ત થશે. આ પરિસ્થિતિ દર્શાવે છે કે TET 1 ઉમેદવારો માટે પૂરતી રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવી જરૂરી છે.

આ વર્ષની ભરતીમાં ચાલુ નોકરી કરી રહેલ ઉમેદવારો એ ફોર્મ ભરેલ છે, જે બોન્ડની રકમ ભરીને વતનના મોહમાં જગ્યા બગાડવા માટે તૈયાર છે. તો ઉમેદવારોને આમ પણ જગ્યાની ઘટ વર્તાશે. અન્ય ડીગ્રીવાળાને જ્ઞાન સહાયક, શાળા સહાયક બધામાં ઓછા પગારની પણ તક છે. પરંતુ PTC વાળા માટે આવી કોઈ તક નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW