HomeGujaratમોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કેસમાં ઝડપાયેલા શખ્સને કોર્ટે ફટકારી આજીવન કેદ

મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કેસમાં ઝડપાયેલા શખ્સને કોર્ટે ફટકારી આજીવન કેદ

મોરબી નજીક આવેલા એક ગામમાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરી સાથે બળજબરી કરી હતી અને તેના પરિવાર ને મારી નાખવાની ધમકી આપી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું જે અંગે સગીરાના પિતાએ પોલીસ મથકમાં તેમના વિસ્તારમાં રહેતા નરશી નથુભાઈ સોલંકી નામના શખ્સ સામે ફરિયાદ નોધાવી હતી જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી મોરબી જિલ્લા જેલ હવાલે કર્યો હતો આ દરમિયાન કેસ મોરબીની સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં તબદીલ થઇ જતા સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં કેસ ચાલ્યો હતો જેમાં સરકારી વકીલ નીરજ ડી કારીયાએ ધારદાર દલીલો અને કોર્ટ માં જરૂરી આધાર પુરાવાઓ રજુ કર્યા હતા આ પુરાવા આધારે કોર્ટે આરોપી નરેશ નથુ સોલંકી ને ગુનેગાર ઠેરવી પોક્સો એક્ટ હેઠળ આજીવન કેદ ફટકારી હતી તો અલગ અલગ કલમ હેઠળ 35 35 ,100નો દંડ ફટકાર્યો હતો

તો ભોગ બનનાર સગીરાના વળતર યોજના ૨૦૧૯ અંતર્ગત 4 લાખ તેમજ દંડ પેટે મળેલી રૂ 35,100 મળી આપવા હકમ કર્યો હતો જો આરોપી દંડ ભરવા માં નિષ્ફળ જાય તો 4,00 ,000 ની સહાય જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ ને કોર્ટે આદેશ કર્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW