મોરબીના બેલા ગામે આવેલા એજ્લીસ સિરામિક લેબર ક્વાટર્સમાં રહેતા નિકાક્ષાબેન શિવમભાઈ ચૌધરી નામના પરિણીતાએ ગઈકાલના રોજ લેબર ક્વાટરમાં કોઇપણ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મારણ જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા તેના મુત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

