HomeGujaratહળવદના જુના વેગડવાવ ગામે રહેણાંક મકાનમાંથી રૂ. 1.30 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી

હળવદના જુના વેગડવાવ ગામે રહેણાંક મકાનમાંથી રૂ. 1.30 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી

હળવદના જુના વેગડવાવ ગામે રહેતા નરેશભાઈ માંડણભાઈ ગોયલના રહેણાંક મકાનમાં ગત તા.-03/03/2025ના રોજ મકાનના રૂમમાં આવેલ પાછળની બારી તોડી કોઇ અજાણ્યા ઈસમે ઘરમાં પ્રવેશ કરી ફરીયાદીના ઘરના રૂમમાં તીજોરીમાં રાખેલ સોનાના દાગીના વજન આશરે 35 ગ્રામ કિ.રૂ.- 1,05,000 તથા ચાંદીના દાગીના વજન આશરે 500 ગ્રામ કિ.રૂ.- 25,000 મળી કુલ રૂપીયા.- 1,30,000ના મુદામાલની ચોરી કરી ગયા હતા. જે બાદ નરેશભાઈએ હળવદ પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી, ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW