મોરબીના રવાપર રોડ પર આવેલ ઉમીયા ચોક પાસે એપાર્ટમેન્ટમાં રહેતા ધર્મેન્દ્રભાઇ ભગવાનજીભાઈ દેત્રોજાએ આરોપી દિવ્યેશભાઈ કાંતિલાલ સોરીયા રહે. મોરબી તથા એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરીયાદિની જમીન આરોપી દિવ્યેશભાઈના કારખાનાની પાસે આવેલ છે. તે જમીન બાબતે બે વર્ષથી કોર્ટમાં દાવો ચાલુ હોય તેમ છતા આરોપીઓ ફરીયાદિની જમીનમાં દબાણ કરતા હોય જેથી ફરીયાદી જમીનની સ્થિતી જોવા જતા આરોપીએ ફરીયાદિને કહેલ કે, તમે અમારા કારખાના પાસે કેમ આવેલ હતા, તેમ કહી ધારીયાનો ઉંધો ભાગ ફરીયાદિને ડાબા હાથના બાવડાના ભાગે મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

