મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા હસમુખભાઇ લખમણભાઇ કોઠીયા રહે.મોરબી શાળા રોડ ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડ સતેશ્વર મહાદેવ મંદીરની બાજુમાં વાળાએ પોતાના નવા રહેણાંક મકાનમાં સામાન ફેરવેલ તે દરમ્યાન સોનાના દાગીના તેમજ રોકડા રૂપીયા ભરેલ થેલા ભાડે રહેતા મકાનમાં ભુલાઇ ગયેલ હોય જે મકાન પાડવા મજુર લોકોને આપેલ હોય જે મજુરો એ સદરહુ થેલાની ચોરી કરી તેમાંથી રોકડ રૂ. 3,20,000 તથા સોનાના દાગીના 10,20,000 મળી કુલ કિ. 13,40,000ની ચોરી થયેલાની ફરીયાદીની ફરીયાદ આધારે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથક ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો.
આ કામની તપાસ દરમ્યાન મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ સર્વેલન્સ સ્ટાફએ યમુન સોર્સીસ આધારે તેમજ સી.સી.ટી.વી. એનાલીસીસ દરમ્યાન બાતમી મળેલ કે, સદરહૂ મકાનમાં ચોરી થયેલ તેમા કામ કરવા આવેલ મજુરો હોવાની બાતમી મળતા નીચે જણાવેલ મજુરોની પૂછપરછ કરતા તેને જણાવેલ કે, તેઓ મકાન પાડવા આવેલ ત્યારે મકાનમાં એક થેલો હોય તેમાં રોકડ રૂપીયા તેમજ સોનાના દાગીના મળી આવતા તેની ચોરી કરી લીધેલ હોવાની કબુલાત આપેલ હોય અને ચોરી કરેલા દાગીના તેના દલવાડી સર્કલ કેનાલ પાસે આવેલ ઝુપડામાં છૂપાવેલ હોવાનું જણાવતા આરોપીના ઝુપડામાંથી ચોરીમાં ગયેલ તમામ સોનાના દાગીના અને રોકડ રૂ. 3,20,000 મળી કુલ રૂ.- 13,40,000 નો મુદામાલ કબ્જે કરી આરોપી રાકેશભાઈ વાગુભાઈ નીનામા અને મુકેશભાઈ વાગુભાઈ નીનામાની ધરપકડ કરી તેમજ ફરાર આરોપી જ્યોતિબેન રાકેશભાઈ નીનામાને પકડી લેવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

