વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા હરપાલસિંહ કિશોરસિંહ ઝાલાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી સંજયભાઈ રાણાભાઈ રાજગોર, અંકુર ઉર્ફે ભાણુ, લાલો ઉર્ફે શીવાજી રાજગોર, કેવલ મોહનભાઇ રાજગોર અને અનીલ રાજગોર રહે.બધા ભાટીયા સોસાયટી વાંકાનેરવાળા વિરુદ્ધ ફરિયદ નોધાવતા જણાવ્યું હતું કે, ગત તા.- 02/03/2025ના રોજ ભાટિયા સોસાયટીમાં આવેલ ઉમિયાપાન નજીક હોય તે સમયે ફરિયાદીને આરોપી સંજય સાથે ગાડીના પૈસાની લેતીદેતી બાબતે ઝઘડો થયો હતો. જે બાબતનો ખાર રાખી આરોપીઓએ ફરિયાદીને લોખંડના પાઇપ વતી માથાના ભાગે તથા ડાબા હાથ પર મારમારી આંગળીમા ફેક્ચર જેવી ઇજા કરી તેમજ છરી વતી ફરી.ને કપાળના ભાગે ઇજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

