મોરબીના રામગઢ(કોયલિ) ગામે રહેતા મહેશભાઈ ગેલાભાઈ ડંડેચાએ આરોપી વિકાસ મુળજીભાઈ રાણવા, અનિલ લાલજીભાઈ પરમાર, ડેનીસ રાઠોડ અને મયુરસિંહ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જાહેર કર્યું હતું કે, ચાર આરોપીઓ મહેશભાઈની વાડીએ બેસવા માટે આવ્યા હતા. તે દરમિયાન આરોપી અનિલ લાલજીભાઈ પરમાર અને ડેનીસ રાઠોડ પૈસાની લેતી દેતી બાબતે ફોનમાં ગાળો બોલતા હોય જેથી ફરી.એ ગાળો બોલવાની ના પાડતા પાડતા આરોપી ડેનીસ રાઠોડને સારૂ નહી લાગતા તેને ફરી.ને ગાળ આપી પેટના ભાગે પાટુનો માર મારી આરોપીઓ ત્યાંથી જતા રહ્યા હતા. જે બાદ આરોપી વિકાસે ફરી.ને ફોન કરી કાશા કોયલી ગામના ડેમની પાળ પાસે બોલાવતા ફરી. ત્યાં જતા આરોપીઓએ ફરી.ને.ઢીકા પાટુનો મુંઢ માર ઇજા પહોચાડી હતી.

