HomeGujaratમાળિયાના વિવિધ પ્રશ્નો મુદે ઉપવાસ આંદોલનમાં ઉતરેલા સામાજિક કાર્યકરની તબિયત લથડી આઈસીયુમાં...

માળિયાના વિવિધ પ્રશ્નો મુદે ઉપવાસ આંદોલનમાં ઉતરેલા સામાજિક કાર્યકરની તબિયત લથડી આઈસીયુમાં ખસેડ્યા

માળીયા શહેર ના જે વર્ષો થી પડતર પ્રશ્નો છે તેનું આજદિન સુધી નિવારણ આવેલ નથી માળીયા શહેર માં બસ સ્ટેન્ડ નથી સરકારી દવાખાના ના ક્વાટર્સ જર્જરિત હાલત માં છે તે નવા બનવવા માળીયા માં છે માળીયા થી ટ્રેનો જે પસાર થાય છે તે પેસેન્જર ટ્રેન ને સ્ટોપ આપવામાં આવે 10ધોરણ બોર્ડ નું સેન્ટર હતું તે બંધ કરવામાં આવ્યું તે ફરી થી ચાલુ કરવામાં આવે  તેવી રજૂઆતો વર્ષોથી થઇ રહી છે. મામલતદારની કચેરી વર્ષોથી માળીયા શહેરમાં જ છે અને મામલતદાર કચેરી મુખ્ય શહેરમાં હોવી જરૂરી છે તેના બદલે મુખ્ય મથક એવા ત માળીયા થી 16કિલોમીટર દૂર બીજા ગામમા માં બનાવવા ની વાતો થઇ રહી છે,ખરેખર  મામલતદાર કચેરી મુખ્ય મથક માળીયામાં રહે એવી માંગો સાથે સામાજિક કાર્યકર ઝુલ્ફીકાર સંઘવાણી દ્વારા તા 24 ફેબ્રુઆરીથી આમરણાત ઉપવાસ આંદોલન છેડ્યું છેલ્લા એક સપ્તાહ કરતા પણ વધારે સમયથી ચલાવી રહેલા ઉપાવાસ આંદોલનને કારણે ગઈ કાલે તેઓની તબિયત લથડી હતી જેના કારણે તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં તેઓને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા

બીજી તરફ આ ઉપવાસ આંદોલનને ધીમે ધીમે અલગ અલગ સંગઠનો દ્વારા પણ ટેકો આપી તેઓની માંગણી વધુ બુલંદ કરવા પ્રયાસ થઇ રહ્યા છે થોડા દિવસ પહેલા માળિયા વિસ્તારમાં અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરતા ળીયા મહિલા શક્તિ સંગઠન સમર્થન આપ્યું હતું આ માળીયા મહિલા શક્તિ સંગઠન પણ ભૂકંપ બાદ થી માળીયા માં કામ કરે છે અન્ન અધિકાર સામાજિક સુરક્ષા રોજગાર અધિકારવંચિત સમુદાય ની બહેનો ના મૂળભૂત પાયા ના અધિકારો પ્રાપ્ત થાય મહિલાઓ પર થતી હિંસા અટકાવવી સમાજ માં ન્યાય સમાનતા શાંતિ જળવાઈ રહે તે માટે કામ કરે છે હવે આ આંદોલનને કોંગ્રેસે પણ પોતાનું સમર્થન આપ્યું છે અને તેઓની વ્યાજબી માંગણી મુદ્દે તંત્ર યોગ્ય એક્શન લે તેવી માંગણી ઉઠી છે.




RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW