સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજનીય એવા ઘનશ્યામજી મહારાજના બાલ સ્વરૂપ રૂપે મોરબીમાં બિરાજમાન થયાને આ વર્ષમાં 25 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે મોરબીમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ઘનશ્યામજી મહારાજના બાલ સ્વરૂપ ના બિરાજમાન પ્રસંગને રજત જયંતિ મહોત્સવ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે મોરબીના શનાળા રોડ પર આવેલા મંદિર ખાતે તેની તળાવ માર તૈયારીઓ ચાલી રહી છે આગામી 6 માર્ચથી 12 માર્ચ દરમિયાન રજત જયંતિ મહોત્સવ એ અલગ અલગ પ્રકારના ઉત્સવ આકર્ષણનું કેન્દ્ર બનવાના છે આ મહોત્સવ યાદગાર બની રહે તે માટે શ્રી સ્વામિનારાયણ ભગવાનની લીલાઓના ભક્તિરસથી ભરપૂર ગ્રંથરાજ શિરોમણી શ્રીમદ સત્સંગી જીવનની સપ્તાહ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે આ કથાનું વચન શાસ્ત્રી જગત પ્રકાશદાસજી સ્વામી તથા દિવ્ય પ્રકાશદાસજી સ્વામી ના સંગીત સુર સાથે વહાવાશે તારીખ 6 થી 12 માર્ચ દરમિયાન 1008 પોથીયાત્રા શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણ બપોરે 3થી6 અનેરાત્રે 8:૩૦થી 11 કલાક દરમિયાન યોજાશે આ ઉપરાંત 1008 વાનગી અન્નકૂટ ઉત્સવ શ્રી યાદ યજ્ઞ મહામંત્ર ધૂન શાકોત્સવ રાજોપચાર પૂજન મહિલા મેડિકલ કેમ અને મહિલા મંચ સહિતના અલગ અલગ કાર્યક્રમો પણ યોજાશે
સમગ્ર ઉત્સવના અધ્યક્ષ સત્સંગ જીવનદાસજી સ્વામી જ્યારે ઉપાધ્યક્ષ નારાયણ સ્વરૂપદાસજી સ્વામી રહેશે
સાત દિવસ થનાર કાર્યક્રમમાં હરિકૃષ્ણ મહારાજના વાઘા બદલાવા હરિકૃષ્ણ મહારાજની સુવર્ણ તુલા સ્વરૂપ મહારાજના અલગ અલગ વાઘા પહેરાવા સહિત કાર્યક્રમ યોજાશે.

