મોરબી તાલુકા પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે લાલપર ગામ નજીક દરોડો પાડ્યો હતો. ત્યાં લાલપર ગામની સીમમાં આવેલ ત્રિવેણી સિરામિક પાસે જાહેરમાંથી વર્લી ફીચરના આંકડાનો જુગાર રમતા મનોજભાઈ રામજીભાઈ પટેલને કુલ રૂ.- 13,600નો મળેલ મુદામાલ સાથે પકડી લઇ તેની સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

