HomeGujaratહળવદના ગોલાસણ ગામની સીમમાં આવેલ વાડીમાંથી 4600 લી. દેશી દારૂનો આથો ઝડપાયો

હળવદના ગોલાસણ ગામની સીમમાં આવેલ વાડીમાંથી 4600 લી. દેશી દારૂનો આથો ઝડપાયો

મોરબી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળી હતી કે, મનુભાઈ સજુભાઈ ખાંભળીયા રહે. ગોલાસણ તા.હળવદ જી.મોરબી વાળો પોતાની ગોલાસણ ગામની સીમમાં પોતાની વાડીમાં દેશી પીવાનો દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી પીવાનો દારૂ બનાવાતો હોવાની ચોક્કસ મળેલ બાતમીના આધારે પોલીસ ટીમે તે સ્થળે દરોડો પાડ્યો હતો. જ્યાંથી 4600 લી. દેશી દારૂ બનાવવાનો આથો કુલ રૂ.-1,15,000નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી આરોપી મનુભાઈ ખાંભળીયાને પકડી પાડી તેની સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW