મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ ટીમને ખાનગીરાહે બાતમી મળેલ કે, ચોરીમાં ગયેલ એકટીવા સાથે એક આરોપી જેલ ચોકથી મળી આવતા તે સ્થળે ચેક કરતા આરોપી પાસે મોટરસાયકલના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા એકટીવા મોરબી સીટી એ- ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ચોરીનું હોવાનું જણાતા આરોપી મુસ્તાકભાઇ અબ્દુલભાઇ ચાનીયા રહે. કાલીકાપ્લોટ સતવારા બોર્ડીંગ પાછળ મોરબીવાળાની અટક કરી કાયદેસની કાર્યવાહી હાથ ધરી છે.

