મોરબીના જેતપર ગામે રહેતા ગીતાબેન પ્રવિણભાઇ પરમાર નામની પરિણિતા ગઈકાલના રોજ પોતાના રહેણાંક મકાને ફળીયામાં પાણી ગરમ કરવા સારૂ ચુલામાં આગ પેટાવેલ હોય જે આગમાં પોતાની સાડીનો છેડો આગમાં અડી જતા કપડા બાદ શરીરે દાઝી જતા પ્રથમ સારવાર જેતપર સી.એચ.સી. સેન્ટર બાદ વધુ સારવાર મોરબી સરકારી હોસ્પિટલે બાદ વધુ સારવાર રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં સારવાર દરમ્યાન પરિણિતાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી તપાસ હાથ ધરી છે.

