HomeGujaratવાંકાનેરના નવ નિર્મીત બસ સ્ટેન્ડમાં આવન-જાવન માટે અલગ ગેટ ફાળવવા પૂર્વ સાંસદે...

વાંકાનેરના નવ નિર્મીત બસ સ્ટેન્ડમાં આવન-જાવન માટે અલગ ગેટ ફાળવવા પૂર્વ સાંસદે કરી C.Mને રજૂઆત

વાંકાનેર શહેરમાં વર્ષો પુરાણું બસ સ્ટેશનને રાજ્ય સરકારના રાજ્ય માર્ગ વાહન વ્યવહાર કચેરી દ્વારા નવ નિર્માણ કરવામાં આવતા મુસાફરોને નવી સુવિધા મળી છે.આ બસ સ્ટેશનમાં મોરબી,રાજકોટ સહિતના મુખ્ય શહેરને જોડતી તેમજ આસપાસના 100 જેટલા ગામને જોડતી એસટી બસની અવર જવર રહે છે અને તેમાં છાત્રો નોકરિયાત સહિતના હજારો મુસાફરો રોજ મુસાફરી કરે છે.કેન્દ્ર અને રાજ્ય સરકાર માર્ગ સલામતિ વિભાગના આદેશ મુજબ મોટી સંખ્યામાં મુસાફરોની આવન જાવન હોય તેવા જાહેર સ્થળોમાં લોકોની સુરક્ષા માટે આવન જાવન એમ બે ગેટ રાખવાના હોય છે. પરંતુ વાંકાનેર બસ સ્ટેશનમાં આવન જાવન ના બે ગેટ હોવા છતાં એક ગેટ કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવતા એક તરફ રોડ પર ટ્રાફિક જામ સર્જાય છે તો બીજી તરફ મુસાફરોને પણ હાલાકી થતા આ મુદે લોક સના પૂર્વ સાંસદ રમાબેન આર માવાણીએ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ,રાજ્ય માર્ગ અને પરિવહન મંત્રી હર્ષ સંઘવી , તેમજ રાજ્ય માર્ગ અને પરિવહન વિભાગના સચિવને પત્ર લખી આ બંધ ગેટ ફરી શરૂ કરવા અને બન્ને ગેટ પર આવન જાવન શરૂ કરવા રજુઆત કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW