વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હરણ,દીપડા અને ઝરખ સહિતના અલગ અલગ વન્ય પ્રાણીઓના વસવાટ છે શિયાળા દરમિયાન મોટા પ્રમાણમાં રેવન્યુ વિસ્તારમાં આ વન્ય પ્રાણીઓ આવી ચઢતા હોય છે ત્યારે ગત રાત્રે વાંકાનેરના પીપરડી ગામમાં આવેલ વાડીના તાર માં એક ઝરખ ફસાયું હતું.ઘટનાની જાણ વાડીના માલિકને થતા આ અંગેની સરપંચને કરતા સરપંચે વન વિભાગનો સમ્પર્ક કર્યો હતો. જે બાદ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને ઝરખને તાર માંથી સુરક્ષિત બહાર કાઢી તેનું સફળ રેસકુયુ કર્યું હતું..

