મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે મોરબીના જાંબુડિયા ગામે રેડ મારતા ત્યાં ઓકટ્રી હોટેલ પાસે જાહેરમાં જુગાર રમતા પ્રવીણભાઈ વેરશીભાઈ સારલા, પિયુષભાઇ કેશુભાઈ ઝંજવાડીયા, અજયભાઇ કાનજીભાઈ વઢરુકિયા અને પ્રફુલભાઈ પરશોતમભાઈ થોરિયા નામના ચાર શખ્સોને પોલીસે કુલ રૂ.- 10,560ના મળેલ મુદામાલ સાથે પકડી લીધા હતા. મોરબી તાલુકા પોલીસે તે ચાર શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

