મોરબી જિલ્લામાં અલગ-અલગ ડેમ સાઈટમાં ફરજ બજાવતા સિંચાઈ વિભાગના વર્ગ 4ના કર્મીઓ તેમજ રોજમદારોને સ્ટેટ સિંચાઈ વિભાગ તરફથી તેમના ખાતામાં ચુકવવામાં આવતો હોય છે જોકે છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ ડેમના કર્મીઓના પગાર અનિયમિત થતા હોવાની ફરિયાદ ઉઠી છે.
વર્ગ નિયમિત પગાર મળવાના બદલે ત્રણ ત્રણ મહિના સુધી પગાર ન મળે તો અવ કર્મીઓની હાલત શું થાય અને મોટા સરકારી બાબુઓ કે અધિકારીઓ ઉચા પગારદાર હોય છે અને મહિનાની શરૂઆત થતા તેમના ખાતામાં પગાર પડી જતો હોય છે કદાચ કોઈ કારણ સર આગળ પાછળ થાય તો તેનું પેટનું પાણી ન હલે પણ કોઈ પણ વિભાગના વર્ષોથી ફરજ બજાવતા વર્ગ 4 ના કર્મીઓનો પગાર ખુબ નજીવો હોય અને તેના થકી આખા ઘરનું ગુજરાન ચાલતું હોય છે. હવે જો તેમને બે કે ત્રણ મહિના સુધી પગાર ન મળે તો તેની શું હાલત થાય કામગીરીમાં જેટલું તંત્ર ચોક્કસાઈ રાખે છે. તેટલી ચોક્કસાઈ તંત્ર પગાર ચુકવણીમાં કેમ નથી રાખતું અને આ પગાર ન મળવા પાછળ સંબધિત વિભાગ ગ્રાન્ટ ન હોવાનો દાવો કરી રહ્યું છે. જોકે આ પગાર માત્ર હળવદના જ કર્મીઓનો બાકી છે કે અન્ય તાલુકાનું તે જોવાનું રહ્યું. હાલ ગ્રાન્ટ ન હોવાના કારણે કર્મીઓનો પગાર થયો નથી. આ બાબતે ઉચ્ચ કક્ષાએ જરૂરી કાર્યવાહી કરી છે. ગ્રાન્ટ મળ્યે તેમના પગાર થશે તેમ મોરબી જિલ્લા સિચાઇ વિભાગના કાર્યપાલક ઈજનેર પ્રેક્ષા ગોસ્વામીએ જણાવ્યું હતું.

