HomeGujaratમોરબીના મોડપર ગામે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

મોરબીના મોડપર ગામે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

મોરબી તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે મોરબીના મોડપર ગામે દરોડો પાડ્યો હતો. જ્યાં આરોપી બળવંતભાઈ દેત્રોજાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમતા બળવંતભાઇ ઉર્ફે બબુભાઇ નાનજીભાઇ દેત્રોજા, રમેશભાઇ ઉર્ફે લલીતભાઇ નાનજીભાઇ બાડધા, ગોરધનભાઈ અમરશીભાઈ કગથરા, ધવલભાઇ નાનજીભાઇ અઘારા, કિશોરભાઇ રૂગનાથભાઇ અઘારા અને ધર્મેન્દ્રસિંહ જસુભા ઝાલા નામના છ શખ્સોને પોલીસે રોકડા રૂ.- 31,300 અને 05 મોબાઈલ ફોન સહીત કુલ રૂ.- 56,300ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા. મોરબી તાલુકા પોલીસે તે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોંધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW