મોરબીના નીચી માંડલ ગામની સીમથી કાલીકાનગર જવાના રસ્તે આવેલ સીમેન્સ ગામેશા લીમીટેડ કંપનીની પવનચકકીમાં ઉપર જવા માટે રાખેલ દરવાજાનો લોક તોડી બે અજાણ્યા શખ્સો પવનચકકીની અંદરનો કેબલ ચોરી કરવાના ઇરાદે તોડવાની કોશીષ કરી હતી. આ બનાવ અંગે કંપનીના કર્મચારીએ સી.સી.ટી.વી ફુટેજના આધારે બે શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.