મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે મોરબીના રાજપર (કુંતાસી) ગામે દરોડો પાડ્યો હતો. જ્યાં ગામની સીમમાંથી કરીમભાઈ ફુલુભાઈ લુણાઇ નામનો શખ્સ પોતાના હાથમાં દેશી બનાવટી જામગરની બંદૂક સાથે મળી આવ્યો હતો. પોલીસે તે શખ્સ પાસેથી મળેલ જામગરી બંદૂક રૂ.- 2000નો મળેલ મુદ્દામાલ કબ્જે કરી તે શખ્સ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.