માળિયા મિયાણા તાલુકા મહેન્દ્રગઢ ગામમાં એસટી બસ ની સુવિધા અભાવના કારણે ગામથી મોરબી નિયમિત આવતા જતા છાત્રો નોકરિયાત તેમજ ખરીદી માટે આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોવાથી આ મુદે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલિયા એ રાજકોટ ડીવીઝન મેનેજર તેમજ મોરબી ના ડેપો મેનેજર ને રજૂઆત કરી છે કે સવારે મોરબી સરવડ વાયા મહેન્દ્રગઢ થઈને ચાલતી બસ ઘણા સમયથી બંધ છે તે ફરી શરુ કરવામાં આવે અથવા પીપળીયા ચાર રસ્તા તરફની બસ નો રૂટ સરવડ મહેન્દ્રગઢ થઇ ને ચલાવે આ ઉપરાંત મોરબી માળિયા રૂટણી બસ બપોરે 3:45 ના બદલે અનિયમિત ચાલે છે તે પણ સમયસર ચલાવવામાં આવે તો રાજકોટ-માળિયા રૂટની બસ પણ સાંજે મોડી ઉપડે છે જે નિયમિત કરવામાં આવે તેવી રજૂઆત પણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કરી છે