માળીયા મીયાણાના દેરેળા ગામે ભરતભાઈ શેરસીયાના મકાનમાં રહેતા અને મજુરી કરતા નરશાબેન સંજયભાઈ બારીયા ઉ.વ.18વાળાએ ગત તા.02/02/2025ના રોજ કોઇ કારણોસર ઝેરી દવા પી જતા પ્રથમ સારવાર માટે મોરબી સીવીલ હોસ્પીટલમાં બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પીટલ ખાતે બેભાન હાલતમાં સારવાર અર્થે લઇ ગયેલ હતા. જે બાદ વધુ સારવાર અર્થે મધ્યપ્રદેશ હોસ્પિટલમાં લઇ જતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે માળીયા પોલીસને જાણ થતા તેના મૃત્યુ નોંધ કરી તપાસ હાથ ધરી છે.