શિયાળાને કારણે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની અવરજવર વધી છે તાજેતરમાં રાજપર અને પંચાસરમાં દીપડાની અવર જવર ટ્રેક થયા બાદ હવે મોરબી તાલુકાના ચકમપર ગામમાં મોડી રાત્રે દીપડો ત્રાટક્યો હતો અને એક બકરાનું મારણ કર્યું હતું ઘટનાની ગામ લોકોને જાણ થતા તેઓએ વન વિભાગની ટીમને જાણ કરતા મોરબી વન વિભાગની ટીમ સ્થળ પર પહોચી હતી અને તપાસ કરી હતી તપાસમાં મારણ દીપડાએ જ કર્યા હોવાની આશંકાએ ગામમાં પાંજરું મુકવા તજવીજ હાથ ધરી હતી તેમજ ગામ લોકોને પણ રાત્રીના સમયે ઘર કે વાડીએ આવતા જતા સાવધાન રહેવા તાકિદ કરવામાં આવી છે તેમ વન વિભાગ ના RFO જયદીપસિંહ જાડેજા એ જણાવ્યું હતું