મોરબીના બગથળા ગામે રહેતા અરવિંદભાઈ ભાણજીભાઈ મકવાણા (ઉ.વ.19) નામના યુવકે ગઈકાલના રોજ કોઈ કારણસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા મૃત્યુ નોંધ કરી તપાસ હાથ ધરી છે.