મોરબી સીટી એ-ડીવીઝન પોલીસને બાતમી મળેલ કે મહેશ હોટલની બાજુમાં ધર્મન્દ્ર પ્લાઝામાં આવેલ નેકસસ લકઝરીયર્સ નામના સ્પા.ના સંચાલક જયદીપભાઇ હમીરભાઇ મકવાણા રહે.મોરબી ઉમા ટાઉનશીપ પાછળ અને નિશ્ચલભાઇ મહેશભાઈ ભીમાણી રહે. મોરબી શનાળા રોડ સ્કાયમોલની સામે રામનગર વાળાઓ પોતાના સ્પામાં બહારથી ગ્રાહકો બોલાવી તેઓને (બોડી મશાજ) ના ઓઠાતળે લલનાઓ સાથે શરીર સુખ માણવા માટે સવલતો પુરી પાડીને કુટણખાનું ચલાવે તેવી બાતમીના આધારે પોલીસે તે સ્થળે રેઇડ કરતા આરોપી સ્પા માંથી મળી આવેલ હોય તેમજ અલગ-અલગ રાજ્યમાંથી મસાજનું કામ કરવા આવેલ આઠ યુવતીઓ મળી આવેલ હતી, તેમજ સ્થળ ઉપરથી રોકડ રૂ.- 20,500, 5 મોબાઇલ ફોન કિ.રૂ.- 1,15,000નો મળેલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

