મોરબી શહેરની મધ્યમાથી મચ્છુ 2 ડેમની મુખ્ય કેનાલ પસાર થાય છે આ કેનાલ પર સામાન્ય રીતે સિંચાઈ વિભાગ દ્વારા શિયાળુ અને ઉનાળુ એમ બે સિઝનમાં ખેડૂતો પિયત આપી શકે તે માટે પાણી છોડવામાં આવે છે પરંતુ બાકીના સમયમાં કેનાલ ખાલી હોવાથી તેમાં શહેરનો બિન જરૂરી કચરો એકઠો થતો હોવાથી ત્યાં ગંદકીના ગંજ ખડકાઈ જતા હોય છે ત્યારે આ સ્થળે ગંદકી ન થાય અને ભવિષ્યમાં સ્થળનો યોગ્ય ઉપયોગ થાય તેવા ઉદેશથી મોરબીના ધારસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા 2023 અને 2024 ના વર્ષ માં અગલ અલગ સમયે શહેરી વિકાસ વિભાગ ગાંધીનગર , રાજકોટ ઝોનમાં આવતી નગર પાલિકાઓની ઝોનલ કચેરી તેમજ મુખ્ય મંત્રી સહિતના ને કેનાલ અન્ડર ગાઉન્ડ કરવામાં આવે તેવી માંગણી કરી હતી
કાન્તીભાઈએ બે વર્ષ પૂર્વે કેનાલ માટે કરેલી રજૂઆત હવે શહેરી વિકાસ વિભાગ દ્વારા હકારાત્મક પ્રતિભાવ રજુ કર્યો છે અને આ લીલાપર થી દલવાડી સર્કલ સુધીની કેનાલને અન્ડર ગ્રાઉન્ડ કરવાની કામગીરીને મંજુરી આપી છે અને તેના માટે સરકાર દ્વારા લગભગ 55.80 કરોડ જેટલી રકમ મંજુર કરી છે
શહેરીજનોની સુવિધા અને શહેરની સુંદરતા વધારનારા સરકારના આ નિર્ણય બદલ તેઓએ રાજય સરકાર અને મુખ્ય મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો

