HomeGujaratવાંકાનેરના નવા રાજવડલા ગામે જુગાર રમતા નવ શખ્સો ઝડપાયા

વાંકાનેરના નવા રાજવડલા ગામે જુગાર રમતા નવ શખ્સો ઝડપાયા

વાંકાનેર સીટી પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસે વાંકાનેરના રાજાવડલા ગામમાં મફતીયાપરામાં દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં જુગાર રમતા રમેશભાઈ અમુભાઈ સારલા, વાહિદભાઈ અમીભાઈ વડાવીયા, રફિકભાઈ હસનભાઈ વડાવીયા, નજરુદિનભાઈ જીવાભાઇ કડીવાર, ફિરોજભાઈ મામદભાઈ શેરસીયા, રફિકભાઈ અબ્દુલભાઈ શેખ, અબ્દુલભાઈ વલીમામદભાઈ બાદી, પ્રવીણભાઈ મનસુખભાઈ કુકાવા અને મહેબુબભાઈ આમદભાઈ શેરસીયા નામના કુલ નવ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રોકડ રૂ.- 41,300નો મળેલ મુદ્દામાલ પોલીસે કબજે કરી તે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW