સમગ્ર દેશ સહિત રાજય અને મોરબી જિલ્લામાં તા. ૩૦ જાન્યુઆરીથી તા. ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી રક્તપિત જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે . ‘સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પઈન-૨૦૨૫’ની થીમ ચાલતા આ અભિયાનમાં સમગ્ર જિલ્લા વાસીઓને જોડાવવા જિલ્લા કલેકટર કિરણ ઝવેરીએ અપીલ કરી છે તેઓએ અનુરોધ કર્યો છે કે ‘ચાલો સૌ સાથે મળીને જાગૃતિ લાવીએ, ગેરસમજ દૂર કરીએ અને રક્તપિત્ત ગ્રસ્ત વણશોધાયેલા ના રહે તે સુનિશ્ચિત કરીએ’ છે.
આ ‘સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન’ અંતર્ગત ૩૦ જાન્યુઆરીથી તા. ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી મોરબી જિલ્લાના દરેક ગામમાં રક્તપિત્ત અંગે જાણકારી આપવામાં આવી રહી છે. તદુપરાંત રક્તપિત નાબૂદી અભિયાનમાં અલગ અલગ રીતે ભીંતસૂત્ર, રેલી, પોસ્ટર, બેનર, સ્કૂલોમાં સ્પર્ધા, ટોક શો, આશા અને આરોગ્ય કાર્યકરોની ગૃહ મુલાકાત દરમિયાન રૂબરૂ લોક જાગૃતિ કરવામાં આવશે. સોશિયલ મીડિયા દ્વારા પણ પ્રચાર-પ્રસાર કરવામાં આવશે ૧૫ દિવસ સુધી ચાલનારા આ અભિયાન દરમિયાન રક્તપિત અંગે આ વર્ષની થીમ મુજબ પ્રચાર પ્રસાર કરવામાં આવશે તથા રક્તપિત્ત નાબૂદી અંગે પ્રતિજ્ઞા લેશે. જેમાં રક્તપિત્તના દર્દી પ્રત્યે સંવેદના રાખી તેઓની કાળજી લેવામા આવે તેમજ તેની સાથે કોઇ ભેદભાવ ના થાય તે ખાસ સંદેશ આપવામાં આવશે. આ અભિયાનને સફળ બનાવવા માટે લોકોની સહભાગીદારી માટે મોરબી જિલ્લા રક્તપિત્ત અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.