મોરબીના ઘૂટું ગામના વતની અને ધોરણ 11માં અભ્યાસ કરતા મોક્ષ વિનોદભાઈ કૈલાએ ખેલ મહાકુંભ અંતર્ગત ટંકારા તાલુકાના વીરપર નવયુગ શૈક્ષણિક સંકુલમાં યોજાયેલ તાલુકા કક્ષાની એથલેટીક્સ સ્પર્ધાની અલગ-અલગ બે કેટેગરીમાં ભાગ લીધો હતો જેમાં 1500 મીટરની સ્પર્ધામાં દ્વિતીય જયારે 100 મિટર સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો તો જિલ્લા કક્ષાની સ્પર્ધામાં 1500 મિટર સ્પર્ધામાં દ્વિતીય સ્થાન જયારે 100 મીટર સ્પર્ધામાં તૃતીય સ્થાન મેળવ્યું હતું.
મોરબીના ઘુટું ગામના છાત્ર મોક્ષ વિનોદભાઈ કૈલાએ ઉત્ક્રુષ્ટ પ્રદર્શન કરી ગામનું ગૌરવ વધાર્યું હતું