માળીયા મિયાણા તાલુકાના વવાણીયા ગામ નજીક ગત રાત્રીના સમયે રણ વિસ્તારમાં શિકાર કરવા ગયા હોય તે દરમિયાન બાઈક સ્લીપ થવાથી બંદૂકમાંથી ફાયરિંગ થતા વસીમભાઈ ગુલમામદભાઈ પીલુડિયા ઉ.વ.38 નામના યુવાનનું મૃત્યુ નિપજતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. પોલીસે હાલ બનાવમાં એક વ્યક્તિની પૂછતાછ શરૂ કરી છે. જો કે હજુ સુધી આ બનાવમાં ગુનો દાખલ થયો નથી. મૃતક મોરબી મુસ્લિમ સમાજના આગેવાનનો પુત્ર હોવાથી મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો સરકારી હોસ્પીટલ પહોંચ્યા હતા. આ મામલે એલસીબી તેમજ માળીયા મીયાણા પોલીસે બનાવની હકીકત જાણવા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.