HomeGujaratમોરબીમાં "સેવા એજ સંપતિ"નામની ઓફિસમાં ત્રણ શખ્સો ધોકા પાઈપ સાથે ઘુસી ગયા...

મોરબીમાં “સેવા એજ સંપતિ”નામની ઓફિસમાં ત્રણ શખ્સો ધોકા પાઈપ સાથે ઘુસી ગયા તોડ ફોડ કરી ફરાર

મોરબી જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના ચેરમેન અને ભાજપના આગેવાન અજય લોરિયાની શહેરના શનાળા રોડ પર આવેલા સ્કાય મોલ સામે આવેલી ભગવતી પ્લાઝા નામના કોમ્પ્લેક્ષમાં આવેલી સેવા એ જ સંપતી નામની ખાનગી ઓફિસમાં ગઈકાલે બપોરે પોણા બે વાગ્યાની આસપાસ ત્રણ જેટલા શખ્સ ધોકા પાઈપ સાથે ધસી આવ્યા હતા અને આડેધડ ધોકા મારી ઓફિસમાં તોડફોડ કરવા લાગ્યા હતા અને બેફામ ગાળો બોલી ભયનો માહોલ ફેલાય તેવા પ્રયાસ કરતા કોમ્પ્લેક્ષમાં અન્ય દુકાનદારો પણ ડઘાઈ ગયા હતા ઘટના સમયે અજય લોરિયા ગેર હાજર હતા જેથી ઓફિસમાં નોકરી કરતા નીકુંજભાઇ ધીરજલાલ બાવરવાએ પોલીસને જાણ કરતા એ ડીવીઝન પોલીસની ટીમ સ્થળ પર પહોચી તપાસ હાથ ધરી હતી હાલ આ બનાવમાં નીકુંજભાઇ ધીરજલાલ બાવરવા એ જયેશ તુલશીભાઇ કાસુન્દ્રા રહે.મોરબી તથા (૨)પ્રકાશ નરભેરામ ભાઇ ભુત રહે.મોરબી અવનીચોકડી તથા અજાણ્યા શખ્સ એમ કુલ ત્રણ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી. આ ફરિયાદ આધારે પોલીસે BNS કલમ-૩૨૪(૨),૩૫૨,૩૫૧(૩),૫૪ તથા જી.પી.એકટ.૧૩૫ મુજબ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW