HomeGujaratવાંકાનેર પાલિકાની ત્રણ વોર્ડની 8 બેઠક પર મતદાન પહેલા જ ભાજપનો કબજો

વાંકાનેર પાલિકાની ત્રણ વોર્ડની 8 બેઠક પર મતદાન પહેલા જ ભાજપનો કબજો

રાજ્યની અલગ અલગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર રાજ્ય ચૂંટણી દ્વારા મુખ્ય ચૂંટણી મધ્યસ્થ અને પેટા ચૂંટણીની જાહેરાત કરી છે અને ગત શનિવાર ના રોજ તમામ જાહેર થયેલી બેઠક માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ હોવાથી તમામ સ્થળે ફોર્મ ભરવાની પ્રકિયા હાથ ધરવામાં આવી હતી વાંકાનેર નગર પાલિકાની પણ મધ્યસ્થ ચૂંટણી માટે ગઈ કાલે ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં 7 વોર્ડની 28 બેઠક માટે કુલ 53 ફોર્મ ભરાયા હતા

જોકે આ ચૂંટણી માં ભાજપને બેઠા બેઠા 8 બેઠકના લાડુ મળી ગયા હોય તેવી સ્થિતિ બની છે કારણ કે કોંગ્રેસ અને અન્ય એક પણ પક્ષ દ્વારા વોર્ડ 1 માં એક પણ ઉમેદવાર ઉભા રાખ્યા ન હતા કે અન્ય પક્ષ અથવા અપક્ષ ઉમેદવાર ન હોવાથી ભાજપના ચારેય રાહુલ રાજેન્દ્રભાઇ રીબડીયા, રીનાબેન બ્રીજેશભાઇ વરીયા,શીતલબેન નવઘણભાઇ કડીવાર, જાડા સંજયકુમાર છગનભાઇઉમેદવાર બિન હરીફ થાય તેવી શક્યતા છે આ ઉપરાંત વોર્ડ 3માં ભાજપ ના મહિલા ઉમેદવાર  ડીમ્પલ હેમાંગભાઇ સોલંકી અને ગીતાબેન દીપક દોશી સામે એક પણ મહિલા ઉમેદવાર ન હોવાથી તે બિન હરીફ થશે વોર્ડ 5 માં એક બે મહિલા બેઠક માટે ભાજપે સોનલ જીજ્ઞેશ શાહ માઘવીબેન દિપકભાઇ દવે સામે મહિલા ઉમેદવાર સામે કોંગ્રેસ કેં અન્ય પક્ષ દ્વારા એક પણ ઉમેદવાર ઉભા ન રહેતા ભાજપ આ 8 બેઠક પર બિન હરીફ જાહેર થવાની શક્યતા ને પગલે ચૂંટણી પહેલા તમામ બેઠક પર કબજો થયો છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW