મોરબીના ખરેડા ગામે રહેતા સાવનકુમાર નવનીતભાઈ ચાડમીયા નામના યુવાને આરોપી પ્રવિણભાઇ ડાયાભાઇ ભોયા રહે. મોરબી તથા એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી જુદા-જુદા કારખાનામાં પલેટ પેકીંગનું કામ મજુરો રાખી કરતા હોય અને તેમનું કામ બેલા ગામની સીમમાં આવેલ એડમીન વીટરીફાઈડ નામના કારખાનામાં ચાલતુ હતું. ગત તા.-24ના રોજ બપોરના સમયે ત્યાંથી કારખાનાના સેડમાંથી આરોપી પ્રવિણભાઈ ડાયાભાઈ ભોયા તથા એક અજાણ્યો શખ્સ બાઈક લઇ આવી કારખાનાના સેડમાંથી 01 પલેટ પેકીંગનો પટી રોલ કી.રૂ.- 4000ની ચોરી કરી લઈ ગયા હતા. જે બાદ કારખાનાના સીસીટીવી ફુટેજ ચેક કરતા તેમાં દેખાતા બન્ને આરોપીઓ વિરુદ્ધ પોલીસે સાવનકુમારની ફરીયાદ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

