HomeGujaratમોરબીના પીપળીયા ચાર નજીક બાલા નામની બેકરીના કિચનમાં ગેસ ચાલુ કરવા જતા...

મોરબીના પીપળીયા ચાર નજીક બાલા નામની બેકરીના કિચનમાં ગેસ ચાલુ કરવા જતા ભડકો થતા યુવાનનું મોત

મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તાથી નવલખી રોડ ઉપર બાલા નામની બેકરીના કિચનમાં ચા બનાવવા માટે ઉતરપ્રદેશના વતની પલ્લુરામ તોતારામ નિષાદ નામનો યુવક કિચનમાં ગયો હોય તે દરમિયાન કિચનમાં ગેસના ચુલ્લાનો વાલ ખુલ્લો રહી ગયેલ હોય કે લીકેઝ હોય જે કારણથી ચુલ્લો ચાલુ કરવા માટે લાઇટરથી ચાલુ કરતા અચાનક આગ લાગતા આખા શરીરે દાઝી જતા તેને પ્રથમ સારવાર ખાનગી હોસ્પીટલ જે બાદ વધુ સારવાર માટે અમદાવાદ સીવીલ હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ચાલુ સારવાર દરમ્યાન પલ્લુંરામ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મુત્યુ નોંધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW